ટિકિટ ફાળવણી પહેલા આ ઉમેદવારોને આવ્યા ફોન, તમામની ટિકિટ લગભગ ફાઈનલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 10:33:08

ભાજપ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે ઉમેદવારોને ફોન કરી ઉમેદવારોને આ અંગે જાણકારી અપાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારથી હાઈ કમાન્ડની બેઠક પૂર્ણ  થઈ છે ત્યારથી નેતાઓને ફોન આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિકિટ ફાઈનલ છે. જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે જસદણ બેઠત માટે કુંવરજી બાવળીયાને ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, પૂર્વ બેઠક પર ઉદય કાનગડનું નામ કન્ફમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં નો રિપિર્ટ થિયરી લાગુ કરવામાં આવશે.   

સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવશે, તેમજ વરાછાથી કિશોર કાનાણી, પ્રવીણ ઘોઘારીને કરંજથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં સંગીતા પાટીલને, મજુરા બેઠકથી હર્ષ સંઘવી, પશ્ચિમ બેઠકથી પૂર્ણેશ મોદીને ટિકિટ મળી શકે છે.  વ્યારાથી મોહન કોંકણીને, ઉધનામાં મનુભાઈ પટેલને ફોન આવ્યો છે જ્યારે નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટિકિટ આપી શકે છે. ધાનેરાથી મફતભાઈ પુરોહિત, ચોટીલાથી શ્યામજી ચૌધરી, ઝઘડિયાથી રિતેશ વસાવા, વિરમગામથી હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ફોન આવ્યો હતો. જ્યારે જીતુ સોમાણીને વાંકાનેર કુવાડવા બેઠક માટે, મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કાંતિભાઈ અમૃતિયાને, જ્યારે બ્રિજેશ મેરજાને મોરબીથી ટિકિટ આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાને પસંદ કરવામાં આવ્યા છે. જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. તેની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે હું પાર્ટીનો આભાર માનું છું. બારડોલીથી ઈશ્વર પરમારને, રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહને ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. 

અબડાસા બેઠક માટે ભાજપે પ્રધ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. જ્યારે રાપર માટે વિરેન્દ્ર સિંહને ટિકિટ માટે ફોન આવ્યા હતો. ગાંધીધામથી માલતી મહેશ્વરીને રિપિટ કરવામાં આવશે. જ્યારે ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવશે. માંડવીથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં  આવી છે. ઉપરાંત અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ આપવામાં આવી છે. 

ધારાસભ્ય જગદીશ પટેલે ટ્વીટ કરીને અમરાઇવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે તક આપી સેવા કરવાનો અવસર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા, ગૃહ મંત્રી અમિત શાહ, તેમજ કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માન્યો હતો.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?