ગજબ હોં! 140 વર્ષ જૂનું Levi'sનું આ જીન્સ 62 લાખમાં વેંચાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 09:21:05

અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક જોડી જીન્સની 76,000 ડોલરની ચોંકાવનારી કિંમતે હરાજી થઈ. માનવામાં આવી રહ્યું છે કે આ જીન્સ વર્ષ 1880નું છે. લિવાઈસ બ્રાંડનું આ જીન્સ ગોલ્ડ રશ યુગનું છે. જેને વિન્ટેજ ક્લોથીંગ ડિલર 23 વર્ષીય કેલ હોપર્ટે જીપ સ્ટીવન્સન સાથે મળીને ખરીદ્યું છે. ત્યારે આ જીન્સ આટલી મોટી રકમે વેચાતા ચર્ચાનો વિષય બન્યો છે.


એક જોડી જીન્સની કિંમત કેટલી હોઈ શકે છે. વધુમાં વધુ બેથી છ હજાર રુપિયા. પરંતુ સોશિયલ મીડિયા પર એક જોડી જૂના જીન્સની તસવીર વાયરલ થઈ રહી છે. જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ જીન્સ અમેરિકામાં એક હરાજી દરમિયાન 60 લાખથી પણ વધુ કિંમતે વેચાયું હતું. ખરેખરમાં આ જીન્સ પહેલીવાર 1880ના દાયકામાં અમેરિકાના પશ્ચિમી ભાગમાં એક નિર્જન ખાણમાંથી મળ્યું હતું. આ જીન્સ મીમબત્તીઓના મીણથી ઢંકાયેલું હતું, પરંતુ તેમ છતા તેની ઓરિજિનલ ડિટેઈલ જોવા મળી રહી છે. જો કે, લિવાઈસ જીન્સ જીન્સમાં કમરબંધ અને એક બેક પોકેટ પર સસ્પેન્ડર બટન હોય છે. સોશિયલ મીડિયા પર તેની કિંમતને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.


શું છે આખો મામલો?

એક અંગ્રેજી સમાચારના રિપોર્ટ મુજબ, અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક જોડી જીન્સ 76,000 ડૉલર એટલે કે 62 લાખ રુપિયાથી વધુ કિંમતે હરાજીમાં વેચાયુ છે. માનવામાં આવી રહ્યું છે કે આ જીન્સ વર્ષ 1880નું છે. ઓક્શન લિસ્ટિંગ મુજબ, લિવાઈસ બ્રાંડનું આ જીન્સ ગોલ્ડ રશ યુગનું છે. જેને વિન્ટેજ ક્લોથિંગ ડિલર 23 વર્ષીય કેલ રોપર્ટે જિપ સ્ટીવન્સન સાથે મળીને ખરીદ્યું છે. તેઓએ આ હરાજી માટે 10 ટકા ભાગ લગાવ્યો હતો. બાયર પ્રીમિયમ જોડ્યા બાદ બંનેએ જીન્સ માટે કુલ 71 લાખ રુપિયા ચૂકવ્યા હતા.


સૌથી પહેલું બ્લૂ જીન્સ બનાવ્યું હતું

જીન્સની કંડીશન સારી અને પહેરવા લાયક છે. મહત્વનું છે કે, અમેરિકી ક્લોથિંગ કંપની લિવાઈસની સ્થાપના 1853માં જઈ હતી. જ્યારે જર્મન માઈગ્રેટ લેવી સ્ટ્રોસ, બુટેનહેમ, બવેરિયાથી સેન્ટ ફ્રાંસિસ્કો, કેલિફોર્નિયા ચાલ્યા ગયા હતા. અહીં આવીને તેઓએ ફેબ્રિક વેચવાનો બિઝનેસ શરુ કર્યો હતો. તેઓ કપડાં, જૂતા અને અન્ય સામાન વેચતા હતા. તેઓએ જ સૌથી પહેલાં બ્લૂ જીન્સ બનાવ્યું હતું. જીન્સની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પેજ nowthisnewsથી સામે આવી છે. આ લખાય છે ત્યારે તેને 18 હજારથી વધુ લોકોએ લાઈક્સ કર્યુ છે.


સોશિયલ મીડિયા પર થઈ રહી છે ભારે ચર્ચા

એક યૂઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ઠીક છે...હવે હું મારુ લિવાઈસ જીન્સ સાચવીને રાખીશ અને મારી આગામી પેઢીને આપતો રહીશ. તો બીજા એક યૂઝરે લખ્યું કે મને આવું જીન્સ થ્રિફ્ટ સ્ટોર પરથી 13 ડૉલરમાં મળી જશે. તો ત્રીજા એક યૂઝરે લખ્યું કે, એ સમયમાં પાછા ફરીએ છીએ કકે જેણે આવું જીન્સ બનાવ્યું હતું. જે આટલા વર્ષો પછી પણ પહેરવા લાયક છે. આ રીતે અન્ય પણ કેટલાંક યૂઝર્સે આ પોસ્ટ પર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. તો હવે તમે જ વિચાર કરો આ જીન્સ કેમ ખાસ છે કે 62 લાખ રુપિયામાં વેચાયું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?