કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર! આ રાજ્યો માટે હવામાન વિભાગે કરી હિટવેવ અને લૂની આગાહી, રાજ્યોનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રીને પાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-14 08:41:47

દેશના અનેક રાજ્યો માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાનો અહેસાસ અનેક રાજ્યોમાં થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં વાતાવરણે મીજાજ બદલ્યો છે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ. આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ બિહારમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસ હિટવેવનો અનુભવ લોકોને થઈ શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ભારતમાં લૂની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂકા પવનને કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ શકે છે.

   


આ રાજ્યોમાં માટે હવામાન વિભાગે કરી છે આગાહી! 

આ વર્ષની ગરમી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની ગરમી અનેક રેકોર્ડ તોડી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વરસી શકે છે. ત્યારે ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમી અને લૂની આગાહી અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. અનુમાન અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહારમાં આગામી ત્રણ ચાર દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ રાજ્યો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. 


અમદાવાદ માટે પણ યેલો એલર્ટ કરાયું છે જાહેર!  

ગુજરાતમાં પણ ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય થતાં રાજ્યના અનેક ભાગો માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. 15 તારીખ સુધી અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.     



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..