વૉટ્સએપ વાપરતા હોય તો સાવધાન થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:02:32

ફરી એકવાર કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (CERT-IN) એ વોટ્સએપને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીને અવગણવાથી યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ શકે છે, ત્યારપછી હેકર્સ મોબાઈલને રિમોટ એક્સેસ પર વાપરીને પોતાના કામમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ હેકિંગ માત્ર વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

એડવાઈઝરી જારી કરતી વખતે CERT-INએ કહ્યું છે કે WhatsAppમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઈ શકે છે. ત્યારપછી રિમોટ એક્સેસ પર વોટ્સએપને લઈને તેની મદદથી બેંકિંગથી લઈને મોટા ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે

 
કયા કારણો થી ખતરનાખ કહ્યું ?

કેન્દ્ર સરકારની  એજન્સી CERT-IN એ કહ્યું છે કે WhatsAppના Android અને iOS v2.22.16.12 વર્ઝન અને WhatsApp Businessના Android અને iOS v2.22.16.12 વર્ઝન, Android v2.22.16.12 અને WhatsApp iOS v2.22.15માં આ ખામી જોવા મળી છે.

 

બચવા શું કરવું ?

જો તમે પણ વોટ્સએપમાં તમારી સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારું એપ સ્ટોર ખોલો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર ખોલે છે, પછી વોટ્સએપ સર્ચ કારો  અને તમારી મોબાઇલ એપ અપડેટ કરી લો . ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...