બહારનું ખાતા પહેલા ચેતી જજો.. સૂપમાંથી નીકળી મરેલી ગરોળી તો મહારાષ્ટ્રથી સામે આવી આ ઘટના... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 12:53:15

બહારનું ખાવાનું ખાવાનો શોખ અનેક લોકોને હોય છે.. ઘરનું જમવાનું જેટલું નથી ભાવતું તેટલું બહારનું જમવાનું ભાવે છે.. જ્યારે બહારનું આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ઘરના લોકો કહે છે કે બહાર કેવી રીતે જમવાનું બને છે તેની ખબર નથી. તે ખાવું શરીર માટે સારૂં નથી.. તેમ છતાયે આપણે બહારનું ખાઈએ છીએ. પરંતુ અનેક વખત જે કિસ્સાઓ સામે આવે છે તે બાદ બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. ઘણી વખત ઓનલાઈન કરવામાં આવતા ઓર્ડરમાં પણ આવી ઘટનાઓ બને છે. 

સૂપમાંથી નીકળી મરેલી ગરોળી! 

ગઈકાલથી વડોદરાનો એક કિસ્સો ચર્ચામાં છે જ્યાં રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો. સૂપ આવ્યો અડધો પત્યો અને પછી ખબર કે જે સૂપ તે પીતા હતા તેમાં મરેલી ગરોળી હતી.. ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે..  

આઈસ્ક્રીમમાંથી નીકળી માણસની આંગળી!

એક બીજી ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે.. આ ઘટનામાં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો. મળતી માહિતી અનુસાર કોન ખાવા માટે જ્યારે ખોલ્યો ત્યારે તેમાંથી એક માણસની આગંળીનો ટુકડો નીકળ્યો.. આ મામલે પોલીસને જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી અને હવે આ મામલે પોલીસ તપાસ કરશે.. 



આપણને ખબર નથી હોતી કે કેવી રીતે બની રહ્યું છે ભોજન

મહત્વનું છે કે એક સમય હતો જ્યારે કોઈ પ્રસંગ કે કોઈ અવસર હોય તો બહારનું ખાવા જતા હતા. પરંતુ હવે તો થોડા દિવસો વિત્યા નથી અને બહારનું ખાવા આપણે જતા હોઈએ છીએ.. બહારનું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણને નથી ખબર હોતી કે કેવી રીતે ત્યાં જમવાનું બને છે.. રસોડામાં સાફ સફાઈ છે કે નહીં.. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે જમવાની વસ્તુઓ બને છે તે બતાવવામાં આવતું હોય છે. મહત્વનું છે કે રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવતું ભોજન ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખબર નથી હોતી. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?