BCCIનો મહત્વનો નિર્ણય, મહિલા ક્રિકેટરોને પણ પુરૂષો જેટલી જ મેચ ફી મળશે


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:22


ભારતીય ક્રિકેટમાં હવે મહિલા ક્રિકેટરને પણ પુરુષ ખેલાડીઓ જેટલું જ સમાન વેતન મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)ના આ મહત્વના નિર્ણયની જાણકારી BCCI સેક્રેટરી  જય શાહે ટ્વીટરના માધ્યમથી આપી છે. જેમાં તેમણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.


જય શાહે ટ્વીટર દ્વારા શું માહિતી આપી?


જય શાહે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.”


તેમણે વધુમાં લખ્યું, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ''


મહિલા ક્રિકેટરને અગાઉ કેટલી મેચ ફિ મળતી હતી?


મહિલા ક્રિકેટરને અત્યાર સુધી સરેરાસ મેચ ફિ દરરોજ 20 હજાર રૂપિયા મળતા હતા. તે લગભગ અંડર-19 પુરૂષ ક્રિકેટરની બરાબર હતી. જ્યારે સિનિયર પુરૂષ ખેલાડીઓ મેચ ફી તરીકે દરરોજ સરેરાશ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક મોટો તફાવત હતો. પરંતુ હવે આ ભેદભાવ પણ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મેચ ફી તરીકે માત્ર 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.



સમાન વેતન નીતિની સૌપ્રથમ પહેલ ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી 


ક્રિકેટમાં મહિલા-પુરુષોને એકસમાન વેતન આપવાની પહેલ સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વર્ષે જુલાઈમાં શરૂ કરી હતી. તેમણે મહિલા અને પુરુષ ક્રિકેટર્સને સમાન વેતન આપવાનો નિર્ણય કર્ઓ હતો. જેને લઈને NZC અને 6 મોટા એસોશિએશન વચ્ચે એગ્રિમેન્ટ પણ થયો હતો. આ ડીલ પહેલા પાંચ વર્ષ માટે કરવામાં આવી હતી, તેના અંતર્ગત ઈન્ટરનેશનલ સહિત સ્થાનિક ક્રિકેટર્સને પણ તમામ ટૂર્નામેન્ટની ફી પણ સમાન જ મળે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?