BCCIએ શેર કર્યુ ભારતીય ટીમનું હોમ કેલેન્ડર, રાજકોટના આંગણે રમાશે 2 મેચ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 17:13:55

હાલ જ BCCIએ માર્ચ 2024 સુધી ભારતીય ટીમનું હોમ કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં વિશ્વ કપ પહેલા અને વિશ્વ કપ પછી કુલ 3 ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. જેમાં વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 3 વન-ડે મેચની સીરીઝ રમશે, જ્યારે વિશ્વ કપ પછી 5 મેચની T20 સીરીઝ રમશે.

ઓસ્ટ્રેલિયા ટીમ વિશ્વ કપ પહેલા આવશે ભારત

ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન-ડે સીરીઝ રમશે. જે 22 સપ્ટેમ્બરથી શરુ થશે. એશિયા કપ બાદ 22 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરીઝ શરુ થશે. જેમાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલી ખાતે, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોર ખાતે અને ત્રીજી વન-ડે 27 સપ્ટેમ્બરે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. જે બાદ 5 ઓક્ટોબરથી વિશ્વ કપ શરુ થશે, જેની યજમાની ભારત કરશે એટલે કે વિશ્વ કપની તમામ મેચ ભારતમાં રમાશે. 

વિશ્વ કપ પછી ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી

વિશ્વ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદ ખાતે રમાશે. જે બાદ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીની શરુઆત થશે. જેમાં પહેલી ટી20 23 નવેમ્બરના રોજ વાઈઝેગ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટી20 26 નવેમ્બરના રોજ  કેરળના તિરુવંથનમપુરમ ખાતે રમાશે, ત્રીજી ટી20 મેચ 28 નવેમ્બરે આસામના ગુવાહાટી ખાતે રમાશે, આ ઉપરાંત ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 01 ડિસેમ્બરે નાગપુર અને 01 03 ડિસેમ્બરે હૈદરાબાદ ખાતે રમાશે.


નવા વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાની ટીમ ભારત આવશે

વર્ષ 2024ની શરુઆત સુધી ભારતીય ટીમ આરામ કરશે, જે બાદ વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાનની ટીમ સામે 3 ટી20 શ્રેણી રમશે. આ 3 ટી20 મેચની શ્રેણી 11 જાન્યુઆરીથી શરુ થશે, જેમાં પહેલી ટી20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલી ખાતે, બીજી ટી20 મેચ 14 જાન્યુઆરીના રોજ ઈન્દોર ખાતે અને ત્રીજી ટી20 મેચ બેંગલુરુ ખાતે રમાશે.

જાન્યુઆરીથી માર્ચ સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે

અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20 મેચની સીરીઝ પૂરી થયા પછી ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે અને 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી શરુ થશે, જે હૈદરાબાદ ખાતે રમાશે, ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી શરુ થશે જે વાઈઝેગ ખાતે રમાશે, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે, ઉપરાંત ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી શરુ થશે જે રાંચીમાં રમાશે અને છેલ્લી અને પાંચમી મેચ 7 માર્ચથી શરુ થશે જે ધર્મશાલા ખાતે રમાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?