મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની AGM યોજાઈ હતી જેમાં BCCIને નવા પ્રમુખ મળ્યા છે. રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં જય શાહ, સૌરવ ગાંગૂલી તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ નામાંકન કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરનાર માત્ર તેઓ એક જ વ્યક્તિ હતા. જેને કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જેથી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની નવા પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનું આ કાર્યકાળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઈ જતા અધ્યક્ષ પદથી તેમની વિદાય થઈ ગઈ છે.