BBCની ઓફિસ પર ITની રેડ મુદ્દે વિપક્ષો એક થયા, સરકાર પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 15:49:39

ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે BBCની દિલ્હી-મુંબઈ સ્થિત ઓફિસો પર રેડ પાડવામાં આવી તેને લઈ વિપક્ષોએ એક સાથે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો મુદ્દે BBCની ડોક્યુમેન્ટરી આવ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે. વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને શાબ્દિક પ્રહારો કર્યા છે, આ નેતાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, ટીએમસીના મહુઆ મોઈત્રા, પીડીપીના મહબુબા મુફ્તી અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.


શું કહ્યું વિપક્ષના નેતાઓએ? 


જયરામ રમેશ 


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, "અહીં અમે અદાણીના કેસમાં JPCની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે." તેમણે આગળ લખ્યું, "વિનાશકાળે વિપરીત બુધ્ધી."


મહુઆ મોઇત્રા


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું...તે દરમિયાન, અદાણીની ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) થશે, જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે."


મહેબૂબા મુફ્તી


બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " BBCની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ હોય કે અન્ય બીજું કોઈ પણ હોય".


જીગ્નેશ મેવાણી


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "ઈન્કમ ટેક્સ વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?