ભારત સરકારે યુટ્યુબ અને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે વીડિયો બ્લોક કરી દીધો છે જેમાં તેમની ટીકા કરવામાં આવી છે. આ વીડિયો બીબીસીની ડોક્યુમેન્ટરીની ક્લિપ છે. વાસ્તવમાં બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેના પહેલા એપિસોડની ક્લિપ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને ટ્વિટરને આ વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
આઈ ટી એક્ટનું હથિયાર ઉગામ્યું
આ વિડીયોને લઈ લગભગ 50 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. IT Rules 2021 દ્વારા સરકારને પ્રાપ્ત સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના 2002ના રમખાણો પર આધારીત છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને પીએમ મોદીના વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યા છે.
ડોક્યુમેન્ટરી મોદી વિરોધી
રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રાલય સહિત ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દસ્તાવેજી તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ દેશના પીએમ મોદી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સત્તા અને વિશ્વસનીયતા પર પ્રયાસ લગાવાનો પ્રયાસ છે.