BBC ઑફિસમાં કરવામાં આવેલા 'સર્વે' અંગે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ શુક્રવારે (17 ફેબ્રુઆરી) એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં, CBDTએ જણાવ્યું હતું કે BBC જૂથ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં તેમની કામગીરી સાથે સુસંગત નથી. તપાસ એજન્સીને કંપની દ્વારા કરવામાં આવેલી ટેક્સ ચૂંકવણીમાં પણ અનિયમિતતા મળી છે.
CBDTએ નામ લીધા વગર નિવેદન આપ્યું
CBDTએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આવકવેરા ટીમના કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો દ્વારા ઘણી મહત્વપૂર્ણ બાબતો શોધી કાઢવામાં આવી છે. CBDTએ તેના નિવેદનમાં BBCનું નામ નથી લીધું પરંતુ તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ નિવેદન બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) સાથે સંબંધિત છે. નિવેદન અનુસાર, સર્વે દરમિયાન, ટ્રાન્સફર પ્રાઇસિંગ દસ્તાવેજીકરણના સંબંધમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી.