બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આપશે રાજીનામું, કેસરિયો ખેસ ધારણ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-17 22:18:25

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, રાજ્યમાં એક પછી એક વિપક્ષમા ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. આજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.


કાર્યકરો સાથે ચર્ચા બાદ કરશે નિર્ણય 


મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર  ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.  


આ સીટો પર પેટા ચૂંટણી


રાજ્યમાં તે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 4 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે.  ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી  યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.