ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે ત્યારે બે દિવસ પેહલા ભાજપ થી આપમાં આવેલા કેસરીસિંહ સોલંકી આજે પાછા યુ-ટર્ન મારી ભાજપમાં જતાં રહ્યા છે અને ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે કેસરીસિંહ 48 કલાકમાં ગુલાટી મારીને ભાજપમાં જતાં રહ્યા .
કેસરી સિંહએ શું જવાબ આપ્યો ?
જમાવટએ કેસરીસિંહ સાથે વાત કરી અને તેમને જ્યારે પૂછ્યું છે તમે ભાજપમાં જોડાવ છો તો તેમણે કહ્યું "હું પેહલાથી ભાજપમાજ છું અને હું તો માત્ર ગોપાલ ઇટાલિયાને મળવા ગયો હતો ત્યારે ફોટો પડયો હતો હું ભાજપમાં છું અને પેહલા ઉમેદવારને લઈ ને મનમુટાવ હતો પણ હવે હું ચુંટણી નહીં લડવાનો પણ કમળને જીતાડવાના પ્રયાસ કરીશ"
અમે ત્યાર બાદ માતરના ઉમેદવાર મહિપતસિંહ સાથે પણ વાત કરી કારણ કે મહિપત સિંહને AAP દ્વારા માતરથી ટિકિટ આપવામાં આવી હતી પરંતુ કેસરીસિંહના જોડાવાના કારણે એમનું પત્તું કાપ્યુ હતું .
મહિપત સિંહએ શું કહ્યું ?
મહિપત સિંહને પૂછવામાં આવ્યું કે હવે તમે કઈ પાર્ટીના તો તેમણે કહ્યું "હું અપક્ષ માંથી ચૂંટણી લડીશ"અને જો પાર્ટીમાંથી કઈ વાત કરવાની આવશે તો વાતચીત કરીશ પણ જે થઈ રહ્યું છે ભગવાન દેખાડી રહ્યા છે"
હવે મુખ્ય પ્રશ્ન એ છે કે જો મહિપત સિંહ અપક્ષ થી લડશે અને કેસરી સિંહ પાછા ભાજપમાં જોડાયા છે તો હવે માતરમાં AAPથી કોણ લડશે એટલે AAPના તો "બાવાના બેય બગડ્યા "