મોંઘવારી પર વાર! કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-08-27 18:34:37

ચોખાના છૂટક ભાવને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા માટે વાણિજ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટ્રેડ પ્રમોશન બોડી એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(APIEDA)ને ટન દીઠ 1,200 ડોલરથી નીચેના કોન્ટ્રાક્ટ રજીસ્ટર ન કરવા નિર્દેશ આપ્યો છે. વર્તમાન 1,200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રાક્ટને સ્થગિત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિશ્વમાં ચોખાની નિકાસ પર 40 ટકા અંકુશ ધરાવતા ભારતનો નિર્ણય અમેરિકાથી લઈને આરબ દેશોમાં હાહાકાર મચવાની આશંકા છે. ભારતે અગાઉ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે બાસમતી ચોખાની નિકાસને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 


આ કારણે નિર્ણય લીધો


આ વર્ષે દેશમાં કમોસમી વરસાદ, પૂર અને અલ-નીનોના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. એટલા માટે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે પસંદગીના બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.


દુનિયાભરમાં મોંઘવારી વધશે


કેન્દ્ર સરકારે ગયા મહિને જ્યારે ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ચોખાના બ્લેક માર્કેટિંગના વીડિયો સામે આવ્યા હતા. રિટેલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. એક પરિવારને 9 કિલો ચોખાના મર્યાદિત સપ્લાયનો નિયમ પણ ઘણા સ્ટોર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુબઈ અને ખાડી દેશોમાં ચોખાની નિકાસ અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ હોવાના રિપોર્ટ છે. બજારમાં બાસમતી ચોખાની નિકાસ પર આવા પ્રતિબંધની ભયાનક અસર થવાની આશંકા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?