બરસો રે મેઘા મેઘા...આ જિલ્લાઓ માટે કરવામાં આવી ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસશે કે નહીં વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-29 09:56:27

આગામી ચાર પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ લગભગ વરસી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ તેમજ તાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તે સિવાય ભરૂચ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગામી પાંચ દિવસ માટે કરવામાં આવી છે આગાહી  

ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંકડ પ્રસરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઓછા વધતા પ્રમાણમાં ગુજરાતના અનેક તાલુકામાં મેઘમહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાનું જોર વધવાની સાથે ગરમીમાં ઘટાડો થયો છે.      


આ જગ્યા પર વરસી શકે છે વરસાદ  

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારોમાં વરસાદ વધે એવી શક્યતા છે. ગોધરા, પંચમહાલ, ખેડા, આણંદ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ આવનારા દિવસોમાં વધશે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. પરંતુ એકાદ દિવસમાં અહીંના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે.



આટલા જિલ્લાઓમાં ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડ અને પારડીમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કામરેજ તેમજ ખેરગામમાં 6 ઈંચ વરસ્યો હતો. પલસાણા, ધરમપુર,વાપીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. પાંચ ઈંચ જેટલો વરસાદ ઉમરગામ, વાલોડમાં વરસ્યો હતો. કેશોદ,વિસાવદર, કુતિયાણા, માંડવી,કોડિનાર, જૂનાગઢ, કપરાડા, ખંભાળીયામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?