બરોડા ડેરી ફરી એકવાર ચર્ચામાં, ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે આપ્યું રાજીનામું, દીનુમામાને આપ્યો ટેકો


  • Published By :
  • Published Date : 2023-10-31 16:26:18

બરોડા ડેરી વહીવટમાં ગેરરીતિને લઇને ઘણી વખત વિવાદમાં રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બરોડા ડેરી ચર્ચામાં આવી છે. બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે સતીશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખની એમ બેવડી જવાબદારી નિભાવી રહ્યા હતા. સતીશ પટેલ 3 જુલાઈએ બરોડા ડેરીની ચૂંટણીમાં પ્રમુખ બન્યા હતા. સતીષ પટેલે પ્રેસ કોન્ફ્રન્સ કરીને કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. મેં રાજી-ખુશીથી બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશુ. લોકસભામાં પૂરતો સમય આપવા રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દીનુ મામા જો બરોડા ડેરીના પ્રમુખ બને તો તેમને સહકાર આપીશું. 


દીનુમામા ફરી પ્રમુખ બનશે?


દીનુમામા છેલ્લા આઠ વર્ષથી બરોડા ડેરીના પ્રમુખ પદે રહ્યા હતા. તેમણે ભાજપ પાસેથી ટીકીટ માંગી હતી પણ ટીકીટ ન મળતા તેઓ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી દીનું મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લામાં અપક્ષ ઉમેદવાની નોંધાવીને બળવો કરનારા પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનુમામાને 22 નવેમ્બર 2022ની તારીખથી સસ્પેન્ડ કર્યા હતા.આ જ કારણે દીનું મામાએ ભાજપના સભ્ય પદની સાથે બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. ધારાસભ્ય કેતન ઇનામદારે દીનુ મામા પર ડેરીમાં સગાઓને નોકરી આપવાના તેમજ વિવિધ ગોટાળાને લઈ આક્ષેપો કર્યા હતા, જેને લઈ બરોડા ડેરીના રાજકારણમાં ભારે હલચલ મચી હતી.  જો કે હવે દીનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. ત્યારે તેમને બરોડા ડેરીના પ્રમુખ બનાવવાનો તખ્તો ગોઠવાયાની શક્યતા છે. 


ડેરી સાથે જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે 


વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરતી ડેરી છે. બરોડા ડેરી ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના રોજના લગભગ 24 લાખ લોકોની દૂધની જરૂરિયાત સંતોષી રહી છે. ડેરીમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાની મદદથી કોઈ પણ માનવીય સ્પર્શ વિના દૂધનું પેકેજિંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, જેના દ્વારા દૂધ સંપાદનનું કાર્ય કરવામાં આવે છે. બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?