કેનેડાના ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિંદુ સમાજમાં ભારે રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 13:14:57

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે કેનેડાના ટોરન્ટો શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.  સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોનાં કૃત્યનો સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે અને દોષિતો સામે પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે. 


ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા 


મળતી માહિતી મુજબ મંદિરની દિવાલો પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, સાંસદો અને મેયરે પણ સમગ્ર કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે."


બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાથી હું ખૂબ જ દુઃખી છું. આપણે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થાવાળા સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્યો માટે સજા મળી શકે."


ભારતીય હાઈકમિશને ટ્વિટ કરી કાર્યવાહીની કરી માંગ

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...