ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં ધ્યાન આપી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફરી એક વખત તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી સાથે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. પરંતુ બનાસકાંઠાની મુલાકાતે આવે અને જનસભા સંબોધે તે પહેલા તેમના માટે વિરોધના સુર ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ તેમના વિરોધમાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
પોસ્ટર ફાડી કર્યો અરવિંદ કેજરીવાલનો વિરોધ
ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. જેને લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગયા વખતની જેમ આ વખતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.