ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટી અનેક પ્રકારે પ્રવાસ કરી રહી છે. ભાજપ પણ ગૌરવ યાત્રા કરી જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના ઉમેદવારો વોટ માગવા પોતાના મતવિસ્તારમાં જતા હોય છે. ત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપના નેતાને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ભાજપની ચિંતામાં વધારો
ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પ્રકારે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગ રૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. પરંતુ તેને પણ અનેક જગ્યાઓ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રહેતા અનેક સમાજ જાણે ભાજપથી ત્રાસિ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ભાજપની ચિંતામાં વધારો થયો છે. અનેક સમાજો ભાજપ વિરોધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
વોટ માગવા ન આવવું તેવા લગાવાયા પોસ્ટર
ચૂંટણી નજીક આવતા ઉમેદવારો મતદારો પાસે જઈ વોટની માગણી કરતા હોય છે. ત્યારેત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ અથવા તો આગેવાનોએ મત માગવા આવવું નહીં.
પોરબંદરમાં પણ લાગ્યા ભાજપના વિરોધમાં બેનર
આવા જ પોસ્ટર પોરબંદરના ઈન્દિરા નગર ખાતે લાગ્યા હતા. તેમાં પણ એવું જ લખવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર માલધારી વિરોધી સરકાર છે. મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ સરકારથી નારાજ ચાલી રહ્યો છે અનેક વખત સરકાર વિરુદ્ધ તેમણે પ્રદર્શન પણ કર્યું હતું તેમજ થોડા સમય પહેલા મહાસંમેલન યોજી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.