ઉત્તર પ્રદેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ મથુરામાં આજે 15મી ઓગસ્ટના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રખ્યાત બાંકે બિહારી મંદિર પાસે બે માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાને કારણે શ્રધ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાંકે બિહારી મંદિરથી માત્ર 200 મીટર દૂર એક જૂની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
શ્રધ્ધાળુઓ નિકળ્યા ત્યારે સર્જાઈ દુર્ઘટના
શ્રધ્ધાળુઓ દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના કારણે અરેરાટી વ્યાપી ગઈ હતી. પીડિતોને બચાવવા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ લોકોના થયા મૃત્યુ
હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી ત્રણ કાનપુરના છે, જ્યારે એક વૃંદાવનનો છે અને મૃતકોનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ગીતા કશ્યપ, અરવિંદ કુમાર, રશ્મિ ગુપ્તા, અંજુ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે.
સાંકડી ગલીમાં 60 લોકો ફસાયા હતા
આ દુર્ઘટના મથુરાના દુસાયત વિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી, દુર્ઘટના વખતે સાંકડી ગલીમાં લગભગ 60થી વધુ લોકો હતા. ભારે ભીડના કારણે રેસ્ક્યુ ટીમ ઝડપથી પહોંચી શકી ન હતી. ત્યાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી જેના કારણે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક લોકોએ જાતે જ કાટમાળ હટાવી ઘાયલો અને મૃતકોને તાકીદે હોસ્પિટલ પહોંચાડ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.