ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By :
  • Published Date : 2022-11-18 18:28:37


જાહેરક્ષેત્રની બેંકો કર્મચારીઓ દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. બેંકોમાં આડેધડ થતી બદલીઓ તથા મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય કરારના ભંગ સહિતના મુદ્દાઓ પર બેંક કર્મચારીઓના સંગઠને હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી બેંક  હડતાળનું એલાન કરવામાં આવ્યુ હોવાથી અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. 


ખાનગીકરણની નીતિ સામે લડત


રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજમેન્ટ તથા બેંક કર્મચારી યુનિયનો વચ્ચે છેલ્લે અનેક મુદ્દાઓ પર સમજુતી કરાર થયા હતા. પરંતુ તેનો અમલ ન થતા અથવા તેનો ભંગ થતા કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું કે કે ખાનગીકરણની નીતિ સામે લડત લડતા કર્મચારીઓને રોકવા માટે મેનેજમેન્ટે અન્ય માર્ગ અપનાવ્યો હોય તેમ અલગ રીતે હેરાનગતી શરૂ કરવામાં આવી રહી છે. 


કર્મચારીઓની છટણીનો વિરોધ


બેંકમાં રોકડ પહોંચાડવાની કામગીરી પણ કાયમી કર્મચારીને બદલે કરાર આધારિત કર્મચારી મારફત કરાવવાનું શરૂ કરાયું છે. અમુક બેંકોએ કર્મચારીની છટણી કરી છે. નવી ભરતીને બદલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે તે સામે વિરોધ દર્શાવવા આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાળ પડશે. કેટલીક બેંકોએ કર્મચારીઓની આડેધડ બદલી કરી છે અને તેમાં પણ નિયમોનો ભંગ કરાયો છે. આ સિવાય પગપાળાની કેડર નાબુદ કરવાની હોય તેમ હંગામી ભરતી કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?