અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલની જાહેરાત કરી છે. જેના કારણે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. દેશમાં તમામ સરકારી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. વિવિધ બેંક સેવાઓ અને ATM સહિતની સર્વિસ પ્રભાવિત થશે.
શા માટે 9 નવેમ્બરે બેંક હડતાલ?
અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવે ભારતીય બેંક સંઘને હડતાલની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સભ્યો તેમની માગને લઈને 19.11.2022 ને હડતાલ પર જઈ શકે છે. બેંક હડતાલથી તમામ રાષ્ટ્રિય બેંકોની શાખાઓ અને કાર્યાલયો બંધ રહેશે. બેંક ગ્રાહકોને પણ તેમના કામ 19 નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી રહી છે.