બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા વધી રહ્યા છે, હિંદુઓના પવિત્ર મંદિરોને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. આ વખતે બે દિવસમાં 14 હિંદુ મંદિરો પર હુમલો થયો છે. આ મંદિરોને રાતના અંધકારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. તોફાની તત્વોએ મંદિરોમાં ઘુસીને તોડફોડ કરી હતી.
ક્યાં થયા હતા હુમલા?
બાંગ્લાદેશના પશ્ચિમ ભાગમાં આખી રાત મંદિરોમાં હુમલા થયા હતા, ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપજીલામાં 14 મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી પાડી હતી. સ્થાનિક હિંદુ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ હિંદુ મંદિર પર હમલો કર્યો અને મૂર્તિઓને નજીકના તળાવમાં ફેંકી દીધી હતી. આ લોકોએ સરકાર પાસે ન્યાયની માગ કરી છે અને કહ્યું છે કે તેમના મંદિરોની રક્ષા કરવામાં આવે. તોફાની તત્વોને પકડીને કડક સજા કરવાની પણ આ લોકોએ માગ કરી છે.