ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન અને પોતાના અંદાજને કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ગેનીબેન ઠાકોરનો આક્રામક અંદાજ અનેક વખત જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત તેમનો આક્રામક અંદાજ જોવા મળ્યો હતો. આ વખતે ગેનીબહેન ઠાકોરના નિવેદનની ચર્ચા નથી કરવી પરંતુ તેમણે જે કર્યું છે તેની ચર્ચા કરવી છે. ગેની બેન ઠાકોરે સરકારી અધિકારીની ઓફિસને તાળાં મારી દીધા. અને અધિકારીની ખુરશી પર લેટર લગાવી દીધો.
નર્મદા વિભાગની કચેરીએ પહોંચ્યા ગેનીબેન અને પછી...
પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા ગેનીબેન ઠાકોરે આ વખતે સરકારી અધિકારીની ઓફિસને તાળા મારી દીધા છે. બનાસકાંઠાના ખેડૂતોને સરકાર દ્વારા ઈરાદા પૂર્વક પાણી નથી આપવામાં આવતું તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા. સાથે જ નર્મદા વિભાગની કચેરીએ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચી ગયા હતા. ધારાસભ્ય જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં જવાબદાર અધિકારીઓ હાજર ન હતા.
અધિકારી હાજર ન હતા તેથીગેનીબેને ઓફિસને માર્યું તાળુ!
ઓફિસમાં જવાબદાર અધિકાર ન હોવાને કારણે કચેરીને તાળું મારીને ગેનીબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડી ખેડૂતોને પાણી આપવા અપીલ કરી હતી. વાવ ભાભર સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોને રવિ સિઝનમાં નર્મદા વિભાગ મારફત ઇરાદાપૂર્વક સિંચાઈ માટે માગણી મુજબ પાણી ન આપતા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા
ગેનીબેન ઠાકોરો લગાવ્યા આક્ષેપ
બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી આપવામાં આવી રહ્યું કારણ કે રાજસ્થાનમાં ચુંટણી છે એવા આક્ષેપો ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેની બેન કોંગ્રેસના ધારાસભ્ય છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અને ચૂંટણીઓ વખતે કોંગ્રેસની સરકારને ફાયદો ન થાય તે માટે ગુજરાત સરકાર કિન્નાખોરી કરી રહી છે તેવા આક્ષેપો ગેનીબેન દ્વારા થોડા દિવસ પહેલા જ લગાવવામાં આવ્યા હતા