Banaskantha - વાવની પેટા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-13 13:58:31

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને તે સાંસદ બન્યા, જેને કારણે સીટ ખાલી પડી અને આજે ત્યાં મતદાન યોજાઈ રહ્યું છે.... ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે....અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.... વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે... 


પ્રચાર માટે ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર!

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકશાહીની સુંદર તસવીરો જોવા મળી હતી.. ગેનીબેન ઠાકોર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને સી.જે. ચાવડા સહિતના લોકોને ગુલાબ આપ્યું હતું.. ત્યારે આજે પણ એવી તસવીર સામે  આવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને મળ્યા હતા... મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે... માવજી ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે... જેને કારણે ત્રિ પાંખીયો જંગ જામ્યો છે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?