લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સૌ કોઈને ઈતંજારી હતી કે વાવ વિધાનસભા બેઠક પર ક્યારે ચૂંટણી થશે.. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા હતા તે બાદ આ સ્થાન ખાલી પડ્યું.. ત્યારે આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..
Maharashtra to vote in a single phase on 20th November.
— ANI (@ANI) October 15, 2024
Jharkhand to vote in two phases - on 13th November and 20th November.
Counting of votes on 23rd November.#MaharashtraElection2024 #JharkhandElection2024 pic.twitter.com/8EdfTQX7uE
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ તારીખે યોજાશે ચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી... આ સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. તે જ સમયે ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે...વાવમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.. 13 નવેમ્બરે ચૂંટણી યોજાશે.
કોણ હોઈ શકે છે આ બેઠક પર ઉમેદવાર?
હવે ચર્ચા એ છે કે ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા પણ આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે.
ભાજપ કોને બનાવશે ઉમેદવાર?
આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ-તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકીટ આપવામાં આવવાની છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...