બનાસકાંઠા: થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા અનોખી પહેલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 21:18:13

રાજ્યમાં હવે દારૂબંધી માત્ર માત્ર નામની જ રહી છે, દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહેશે. જો કે જાગૃત સમાજ દારૂબંધીનો અમલ કરાવવા કટિબધ્ધ છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઠાકોર સમાજના લોકોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અનોખી પહેલ કરી છે. ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. 


દંડરૂપે પાંચ બોરી અનાજ લેવાશે


પઠામડા ગામના અગ્રણીઓ દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. જે મુજબ દારૂ વેચતા, દારૂ પી તોફાન કરતા, દારૂ પીનાર અને કોઈ યુવાનને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.


ગામમાં સુખ-શાંતિ માટે દારૂબંધી


પઠામડા ગામના  ઠાકોર સમાજના આગેવાનો નકળંગ ભગવાનના મંદિરે એકઠા થયા હતા. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. ખૂબ ચર્ચા-વિચારણા બાદ ગામના વડીલોએ ગામમાં દારૂનું દુષણ તો ડામવા નિયમો બનાવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ દારૂના વ્યસનથી ઘર ના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે આ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે. જે થકી ગામમાં સુખ-શાંતિ સ્થપાશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?