Banaskanthaના સાંસદ Geniben Thakor મળ્યા Rahul Gandhiને, આ વિષય પર બંને વચ્ચે થઈ હોઈ શકે છે ચર્ચા..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-07 17:15:25

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હમણાંથી સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં કઈક ઉઠલ પાથલ થાય એવા એંધાણ થાય તેવું લાગી રહ્યું છે. ગેનીબેનની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.. હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને ઉઠાવતા હોય છે.  

રાહુલ ગાંધીને મળ્યા ગેનીબેન ઠાકોર 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા છે અને મળ્યા બાદ એમણે ટ્વિટ કરી છે એ ચર્ચાનું કેન્દ્ર છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે ગઈકાલે LOP રાહુલગાંધી શ્રીને મળ્યા અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી! અને તેમણે એકજુટ થઈને લોકોના કામ કરવાની સલાહ આપી! 


ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં ફૂંકાયા નવા પ્રાણ

એમાં જે પહેલી વાત છે કે ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરી એટલે શું કોંગ્રેસ અત્યારથી આગળની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે? કે પછી બનાસકાંઠાની પેટા ચુંટણી વિશે વાત થઈ? એ પ્રશ્ન છે પણ રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું એ પ્રમાણે જે હવે ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે એ પ્રમાણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે? જોકે ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે અને ગેનીબેન પણ દિલ્હી જઈને પ્રદેશના અલગ અલગ મુદ્દા ઉઠાવે છે એ પછી વાઇરસનો હોય કે ગૌ મોતા . થોડા દિવસ પહેલા સંસદમાં તેમણે ગૌ માતાને લઈ નિવેદન આપ્યું હતું.



બનાસકાંઠાની ચૂંટણીને લઈ કરી હોઈ શકે છે વાત 

ગુજરાત અંગે થયેલી ચર્ચાઓની વાત કરીએ તો બનાસકાંઠાની પેટા ચુંટણી અંગે વાત થઈ હોઈ શકે કારણ કે એ સીટ કોંગ્રેસ જીતવા માંગે છે અને તૈયારીઓ પણ ખૂબ કરી રહ્યા છે ત્યારે સંગઠન કે પછી ચુંટણીની ચર્ચા થઈ એ ગેનીબેન જ કહી શકે પણ તમને શું લાગે છે ગેનીબેને રાહુલ ગાંધી સાથે હું વાત કરી હશે તે જોવાનું રહ્યું...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?