Banaskanthaના સાંસદ Geniben Thakorએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, પોલીસને ભાજપની એજન્ટ ગણાવી?


  • Published By :
  • Published Date : 2024-07-12 17:22:47

ગેનીબેન ઠાકોર પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા છે.. ગેનીબેન દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતા હોય છે.. વાવના ધારાસભ્ય તરીકે જ્યારે ગેનીબેન હતા ત્યારે  તે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા હતા. અને હવે સાંસદ બન્યા બાદ પણ પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. દૂધવા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસે ભાજપ માટે કામ કર્યું હોય તેવું કહેવાનો તેમને તાત્પર્ય હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને ભાજપના એજન્ટ ગણાવ્યા!

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આ વખતની લોકસભાની ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી.. ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક મળી ન હતી. ભાજપે ગુજરાત માટે લક્ષ્ય રાખ્યો હતો કે પાંચ લાખની લીડ સાથે બેઠકો જીતવામાં આવશે.. પરંતુ આ વખતે ગુજરાતે એક બેઠકને ગુમાવી પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે ત્યારથી તે આક્રામક દેખાઈ રહ્યા છે. તે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા પણ દેખાય છે. પોલીસ પર તેમણે ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે.. 




પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર લડ્યા ચૂંટણી!

ગેનીબેન ઠાકોર માટે કહેવાતું હતું કે તેમની લડાઈ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે નથી પરંતુ તેમની લડાઈ સીધી પીએમ મોદી સાથે છે.. બનાસકાંઠામાં શંકર ચૌધરીનું પણ વધારે પ્રભુત્વ છે. એવું કહેવામાં આવતું કે શંકર ચૌધરીએ પોતાની આખી ટીમને લગાડી દીધી હતી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પરંતુ આ વખતની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા.. લોકો પાસેથી પૈસા ભેગા કરીને ગેનીબેન ઠાકોર જીત્યા.. બનાસકાંઠા જીત્યા બાદ કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગે છે..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે