બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને રાજકીય પાર્ટી દ્વારા મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે... ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... ગેનીબેન ઠાકોર દ્વારા જબરદસ્ત માહોલ બનાવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પોલીસને લઈ ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો.
બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને આપી છે ટિકીટ
ગુજરાતમાં લોકસભા બેઠકોની વાત થતી હોય અને બનાસકાંઠા લોકસભા બેઠકની વાત ના થાય તેવું સામાન્ય રીતે બનતું નથી... બનાસકાંઠા લોકસભા બેઠક ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેર સભામાં અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પોલીસ પર ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા આરોપ લગાવ્યા હતા ત્યારે ફરી એક વખત પોલીસને લઈ ગેનીબેને નિવેદન આપ્યું છે....
ગેનીબેન ઠાકોરે પોલીસને લઈ આપ્યું નિવેદન
પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરીને લઈ આની પહેલા પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી. સભા દરમિયાન અનેક વખત ગેનીબેન ઠાકોર આક્રામક દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે.. જનસભાને સંબોધતી વખતે તેમણે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી.
શંકર ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર!
પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફુલાવશે..પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર, પોલીસને આડેહાથ લીધી હતી.. પોતાના સંબોધનમાં તેમણે શંકર ચૌધરી પર પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરના નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... બનાસકાંઠામાં કાંટાની ટક્કર થવાની છે ત્યારે તમારા અંદાજે કોણ જીતશે તે અમને કમેન્ટમાં જણાવો...