ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓનો પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ સાથે દેખાય છે.. અનેક એવી બેઠકો છે જેની ચર્ચાઓ થતી હોય છે તેવી બેઠક છે ભરૂચ, બનાસકાંઠા, વલસાડ.. ત્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.
યુવા ક્રાંતિકારી,આદિવાસી સમાજનું ગૌરવ,દેદિયાપાડા ધારાસભ્યશ્રી અને ભરૂચ લોકસભા ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાનો સમગ્ર બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના આદિવાસી સમાજ જોગ સંદેશ. pic.twitter.com/O1u0zb9rPE
— Geniben Thakor (@GenibenThakor) May 5, 2024
ચૈતર વસાવાએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર
યુવા ક્રાંતિકારી,આદિવાસી સમાજનું ગૌરવ,દેદિયાપાડા ધારાસભ્યશ્રી અને ભરૂચ લોકસભા ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાનો સમગ્ર બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના આદિવાસી સમાજ જોગ સંદેશ. pic.twitter.com/O1u0zb9rPE
— Geniben Thakor (@GenibenThakor) May 5, 20247મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે..બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જ્યાં બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં માહોલ બનાવ્યો છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.
રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સંબોધી છે જનસભા
મહત્વનું છે કે બનાસકાંઠામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનસભાને સંબોધી હતી.. પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો હતો તે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કોને જીતાડે છે?