બનાસકાંઠા લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે... પોતાના આક્રામક અંદાજ માટે તેઓ જાણીતા છે.. બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે... ગેનીબેન ઠાકોરે પાટણમાં કોંગ્રેસની જાહેરસભામાં સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અનેક વખત આક્રામક દેખાયા છે ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોરના નામની ઉમેદવાર તરીકે જ્યારથી જાહેરાત થઈ ત્યારે તેમના દ્વારા કરવામાં આવતો પ્રચાર ચર્ચાનો વિષય હોય છે... જાહેરસભામાં તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય હોય છે. નિવેદનમાં કોઈ વખત તેઓ પોલીસ પર ગંભીર આરોપ લગાવે છે તો કોઈ વખત આડકતરી રીતે શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પર કટાક્ષ કરે છે. ત્યારે પાટણમાં કોંગ્રેસની જાહેર સભામાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા છે..
પીએમ મોદીને લઈ ગેનીબેન ઠાકોરે કહ્યું કે...
પોતાના સંબોધનમાં ગેનીબેને ભાજપ દ્વારા જે બેઠકો પર ઉમેદવારો બદલવામા આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો.. તે સિવાય મોંઘવારીને લઈ ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉમેદવાર બદલવાનો વારો કોંગ્રેસને નથી આવ્યો. બનાસકાંઠામાં પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા ત્યાં પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદી પણ ત્યાં પ્રચાર કરવા આવવાના છે.. ત્યારે પોતાના સંબોધનમાં તેમણે આ વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં ગરીબ ઘરની દીકરીને હરાવવા વડાપ્રધાને આવું પડે એના થી મોટી વાત શું હોય..
જ્યારે જમાવટની ટીમે કરી હતી બનાસકાંઠાના લોકો સાથે વાત
મહત્વનું છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર દ્વારા માહોલ તો જબદદસ્ત બનાવવામાં આવ્યો છે તે કહીએ તો અતિશયોક્તિ નથી.. જમાવટની ટીમ જ્યારે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા કવર કરવા ગઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોરના અને રેખાબેન ચૌધરી બંને ઉમેદવારોના સમર્થકો મળ્યા. લોકો ઉમેદવારોને લઈ એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું ગેનીબેન ઠાકોરને મળતો જનસમર્થન વોટમાં પરિવર્તિત થાય છે?