26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચર્ચાઓ માત્ર અમુક બેઠકોની થતી હોય છે. ચૂંટણીનો માહોલ જાણે અનેક બેઠકો પર જ જામ્યો હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક છે. અમુક જ બેઠકો એવી છે જે ચર્ચામાં રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાં બંને રાજકીય પાર્ટીઓએ મહિલાને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તેની ચર્ચા થઈ રહી છે...
ગેનીબેન ઠાકોર જોરશોરથી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર
જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન અનેક વખત આક્રામક દેખાયા હતા. અનેક વખત એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ પણ સર્જાયા.. થોડા સમય પહેલા તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે, લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.
આ બેઠક રસપ્રદ રહેવાની છે કારણ કે...
વધુમાં તેમણે તેમણે કહ્યું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો. મહત્વનું છે કે આ બેઠક રસપ્રદ રહેવાની છે ત્યારે જોવું રહ્યું કે કોને સાંસદ તરીકે બનાસકાંઠાના લોકો પસંદ કરે છે અને સંસદ સુધી પહોંચાડે છે..