જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો આક્રામક પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત આક્રામક દેખાયા છે ત્યારે ફરી એક વખત તેઓ આક્રામક દેખાયા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.
રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર
ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા અવાર-નવાર થતી રહી છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક,બીજી છે રાજકોટ લોકસભા બેઠક તે સિવાય બનાસકાંઠા બેઠકની પણ ચર્ચા થતી હોય છે.. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાનો વિષય બને છે. ત્યારે ગેનીબેન ઠાકોરે એક સભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતોને કહ્યું હતું કે જે લોકો બહારથી આવીને બનાસકાંઠાના લોકોનું શોષણ કરે છે તેઓ અત્યારે તમારી સાથે છે.
પીએમ મોદી કરવાના છે બનાસકાંઠામાં પ્રચાર
વધુમાં તેમણે કહ્યું કે 7મી મેના મતદાન થઈ ગયા પછી કોઈ તમારો ફોન નહીં ઉપાડે. તેઓ માત્ર ચૂંટણી પૂરતા આવ્યા છે . પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી, પૈસા હોય કે સંસાધનો હોય , પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા અનેક વખત પોલીસને લઈ નિવેદનો અપાયા છે. મહત્વનું છે કે પીએમ મોદી બનાસકાંઠાના ડિસામાં જનસભાને સંબોધવાના છે... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બેઠકના મતદાતા કોને જીતાડે છે.?