Banaskantha Loksabha : Congressના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે BJPના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, કહ્યું કે બીજેપીએ સીધી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 14:52:57

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આપણે નેતાઓના તીખા નિવેદનો સાંભળવા રેડી થઈ જવું પડશે. નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં દેખાશે. જેમ જેમ પ્રચાર તેજ બનશે તેમ તેમ આવા નિવેદનો આપણી સામે આવવાના છે. હજી તો કોંગ્રેસે બનાસકાંઠા માટે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી છે અને ત્યાંના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે  ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકીટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનાવી દીધા છે" 

બનાસકાંઠા બેઠક બંને પક્ષોએ મહિલાને બનાવ્યા છે ઉમેદવાર

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી. 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં. અનેક મહિલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.  બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી ભાજપે કરી છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગેનીબેન ઠાકોરે તો જાણે ચૂંટણીને લઈ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 


કોઈએ દાદા થવાની જરૂર નથી - ગેનીબેન ઠાકોર

નામ જાહેર થયા બાદ પણ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે વધુ એક નિવેદન ગેનીબેનનું આવ્યું છે જેમાં તે રેખા ચૌધરી વિશે કહી રહ્યા છે. રેખાબેન ચૌધરીને લઈ નિવેદન આપતા કહ્યું કે" ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકિટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનવી દીધા છે" સાથે જ ગેનીબેન ઠાકોરે વિરોધીઓને પણ ચીમકી આપતા કહ્યું કે કોઈએ દાદા થવાની જરૂર નથી દાદા ખાલી હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.  


થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કર્યા હતા ભાજપના વખાણ!

જોકે થોડા દિવસ પહેલા ગેનીબેન ભાજપની તારીફ કરતાં દેખાયા હતા ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. એટલે બીજેપીના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા સીટના મતદાતાઓ કોને મત આપીને જીતાડે છે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?