Banaskantha : જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત હતા ત્યાં સર્જાયા એવા દ્રશ્યો જે જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 10:36:37

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પડાપડી કરી રહ્યા છે. એ વીડિયોને જોતા લાગતું હશે કે, એક પ્રશ્ન હશે કે આ પડાપડી શેના માટે થઈ રહી છે. એવી ધક્કામુક્કી લોકો દ્વારા કરવામાં આવી રહી છે જેને જોઈ લાગશે કે જો આ ભીડમાં કોઈ પડ્યું તો તેના તો ભૂક્કા બોલાઈ જશે! તો તમને જણાઈ દઈએ કે આ પડાપડી અને ખેચમતાણીના દ્રશ્યો સરકારી એક કાર્યક્રમથી સામે આવ્યા છે.  જેમાં લોકો ફૂડ પેકેટ માટે અને ટીશર્ટ માટે પડાપડી કરી રહ્યા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો છે કે આને લઇ અલગ અલગ પ્રકારની કમેંટ્સ પાસ કરી રહ્યા છે. 

બનાસકાંઠા ખાતે આયોજીત કરાયો હતો કાર્યક્રમ 

PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન કાર્યક્રમમાં આવેલા લોકોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં તેઓ ફૂડ પેકેટ અને ટી-શર્ટ માટે પડાપડી કરતા હોવાનું દેખાય છે.


ટી-શર્ટ અને ફૂડ પેકેટ માટે લોકોએ કરી પડાપડી!

બનાસકાંઠાના ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં લોકોએ રીતસર ટી-શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી. પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી. કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા. તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે.


પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે.... 

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં PMS જણાવ્યું હતું કે, "મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે".



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?