Banaskantha : જીત પછી Geniben Thakorએ કોંગ્રેસના સંગઠનને લઈ કરેલી વાતથી કાર્યકર્તાઓમાં નારાજગી? શરૂ થયો વિરોધ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 11:41:23

ગુજરાતમાં ભાજપને 25 સીટો મળી તેની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા ગેનીબેન ઠાકોરના વિજયી થવાની થઈ છે.. વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનમાં તેમણે કોંગ્રેસના સંગઠનને લઈ વાત કરી હતી. ગેનીબેન ઠાકોરના નિવદેન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે ગેનીબેન ઠાકોરનું નિવેદન પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે...

વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો ભાજપને મળી જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપનો વિજયી રથ રોક્યો છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. કોનો વિજય થશે તેની પર સૌ કોઈની નજર હતી. રસાકસી ભરેલા પરિણામ બાદ ગેનીબેન ઠાકોરનો વિજય થયો. વિજય હાંસલ કર્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ એક ટકોર કરી હતી. 


કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ કકળાટ શરૂ થયો? 

ટકોરમાં તેમણે કોંગ્રેસના સંગઠનની તુલના ભાજપના સંગઠન સાથે કરી હતી. ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવું તે કહેવા માગતા હતા.. ગેનીબેનના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે.. બનસકાંઠાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરતસિંહ વાઘેલા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં તેમણે લખ્યું કે બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુ:ખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે. 


સંગઠનને લઈ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે.. 

મહત્વનું છે કે અનેક વખત જ્યારે સંગઠનને લઈ વાત કરવામાં આવે છે ત્યારે નિષ્ણાતો, લોકો પણ માને છે ભારતીય જનતા પાર્ટીની જીત સંગઠનને કારણે થાય છે. ભાજપનું સંગઠન મજબૂત છે જેનો ફાયદો પાર્ટીને થાય છે અને કોંગ્રેસ પાસે સંગઠનની કમી છે. સંગઠન મજબૂત નથી જેને કારણે કોંગ્રેસ સારૂં પ્રદર્શન નથી કરી શકતી. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?