Banaskanthaનાં દાંતામાં બાળકો નદી પાર કરી સ્કૂલ જવા મજબૂર! આ છે વિકાસ મોડલ? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-08-16 15:36:58

વિકસીત ગુજરાતની આપણે વાતો કરતા હોઈએ છીએ, એ મોડલને દુનિયાભરમાં બતાવવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં વિકાસ નથી પહોંચ્યો.. અંતરિયાળ વિસ્તાર વિકાસથી વંચિત છે. અનેક વીડિયો આપણી સમક્ષ આવ્યા છે જ્યાં રસ્તો ના હોવાને કારણે લોકોને તકલીફ પડતી હોય છે. ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં 8 ઓગસ્ટે વિદેશ ગયેલા શિક્ષિકાનો મામલો સામે આવતા ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગ ઊંઘમાંથી જાગીને આવા ભૂતિયા શિક્ષકો પર નોટીસ આપીને પગલાં ભર્યા છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ...

હવે આ જ દાંતાની એક નવી તસવીર આવી છે જેમાં ચોમાસાની ઋતુમાં શાળા જવા માટે બાળકો જીવને જોખમમાં મૂકે છે. નદી પાર કરીને બાળકો શાળાએ જાય છે. અગાઉ શાળાએ જતા નદીમાં પાણી વધારે આવતા બે બાળકોના મોત પણ થયા હતા. એટલે સવારે શાળા શરૂ થાય ત્યારે અને શાળા છૂટે ત્યારે બાળકોને વાલીઓ લેવા મૂકવા આવે છે.આઝાદીના આટલા સમય બાદ પણ આ જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો નથી,નેતાઓ ચૂંટણી સમયે આ વિસ્તારમાં ફરકે છે એના સિવાય જોવા પણ આવતા નથી એવા આરોપો વાલીઓએ લગાવ્યા છે. 


ચોમાસાની ઋતુમાં ગામ સંપર્ક વિહોણા બને છે 

ગનાપીપળી ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ બેગડીયા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમે ઘણી વખત રજૂઆત કરેલ છે પણ હજુ સુધી અમારો નિકાલ આવતો નથી. ભાજપ સરકાર પણ અમારી સમસ્યા સાંભળતી નથી અને દૂર કરતી નથી. ચોમાસાની ઋતુમાં ગામનો સંપર્ક તૂટી જાય છે, ગામમાં 3 હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે. અગાઉ ડીલેવરી સમયે સમયસર ગાડી અમારા ગામમાં ન આવતા કેટલીક મહિલાઓના પણ મોત થયેલા છે .ક્યાંક શિક્ષકો નથી તો ક્યાંક સારી શાળા નથી અને જ્યાં છે ત્યાં રસ્તા નથી નદીઓ કે પાર સ્કૂલ જવું પડે છે બાળકોએ. હવે આને આપણે વિકાસ કહીશું? ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે