બનાસકાંઠાઃ PMના કાર્યક્રમમાં મંડપના બોલ્ટ ખોલનાર યુવકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-02 18:30:29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ કાર્યક્રમના મંડપના બોલ્ટ ખોલી રહ્યો હતો, વીડિયો વાયરલ થતાં જાણ થઈ હતી. પોલીસે ખોલનારા વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ સેધા રાજગોર છે જે બનાસકાંઠાના ઈઢાટા ગામનો વતની છે. 


બોલ્ટ ખોલનાર સેધા રાજગોર ઈઢાટા ગામનો વતની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ 8 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદમાં ભાષણ આપી લોકો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ કાર્યક્રમમાં જે મંડપ બાંધ્યો હતો ત્યાંના પોલ પરથી બોલ્ટ કાઢી રહ્યો હતો. હવે આ વ્યક્તિ કયા કારણથી બોલ્ટ કાઢી રહ્યો હતો તે કુતૂહલ હતું. અંતે બનાસકાંઠા પોલીસે તેમની ધરપકડ કરી છે. બોલ્ટ ખોલતો વ્યક્તિ સેધા રાજગોર  ઈઢાટા ગામનો વતની છે. પોલીસ હવે આ વ્યક્તિની પૂછપરછ કરશે અને પૂછશે કે તે શું કરવા ઈચ્છતો હતો. 


  






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...