આપણે કહેતા હોઈએ છીએ કે જીવન અને મરણ આપણાં હાથમાં નથી. ગમે ત્યારે માણસ અંતિમ શ્વાસ લઈ લે છે તેવી જાણ નથી થતી. આપણે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ પરંતુ આવનાર ક્ષણમાં આપણી સાથે શું થશે તેની જાણકારી નથી હોતી. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થઈ ગયું છે.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક
હાર્ટ એટેક.... આ શબ્દ છેલ્લા થોડા મહિનાઓથી સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા મહિનામાં હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનું મોત શાળામાં થઈ ગયું, એની પહેલા પણ મોરબીમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને આવે છે પરંતુ કોરોના બાદ તો આ પરિસ્થિતિ એકદમ બદલાઈ છે. નાની ઉંમરના લોકો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે.
17 વર્ષીય વિપુલ બન્યો કાળનો કોળિયો
આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય આશાવાદ યુવાનને કાળ ભરખી ગયો છે. વિપુલ સોલંકી ક્રિકેટ રમી રહ્યો હતો તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો. સારવાર અર્થે હોસ્પિચલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. નાની ઉંમરના વિપુલની અચાનક વિદાયથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આ શબ્દ પ્રતિદિન સાંભળવા મળી રહ્યા છે.
શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆર ટ્રેનિંગ
શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ બચી શકતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતના લાખો શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે તમે પણ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો..