એશિયાની સૌથી મોટી દૂધની ડેરી બનાસડેરી પશુપાલકોના માટે ઉઠાવતા પગલાઓ માટે અને કામગીરીના કારણે પ્રખ્યાત છે. આજે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી.
મહિલા સંમેલનમાં શંકર ચૌધરીની મોટી જાહેરાત
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં શંકર ચૌધરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બનાસડેરીમાં 1 ઓક્ટોબરથી પ્રતિકિલો દૂધના ફેટમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
બનાસડેરીની પશુપાલકોને થશે ફાયદો
અગાઉ દૂધ પ્રતિકિલો ફેટે 735 રૂપિયામાં દૂધ પૂરાવતા હતા જ્યારે જાહેરાત બાદ હવે દૂધ પ્રતિ કિલો ફેટે 765 રૂપિયામાં પૂરાવશે. બનાસકાંઠાના પશુપાલકો બનાસડેરીમાં દૂધ પહોંચાડશે ત્યારે તેમને પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે.