શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ પર રોકઃ ચૂંટણી પંચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:57:39

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર હાલ રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોત-પોતાના ચૂંટણી ચિહ્ન મામલે દસ્તાવેજો રજૂ કરવાનો સમય આપ્યો હતો. બંને પક્ષ ફ્રી ચિહ્નોમાંથી પોતાની પસંદની પ્રાથમિકતાના આધારે જણાવી શકશે. 


ચૂંટણી પંચની શિવસેનાના ધનુષબાણ પર રોક 

મહારાષ્ટ્ર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આગામી અંધેરીની ચૂંટણી મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપમાં કોણ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણનો ઉપયોગ કરે તે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી પંચને નિર્ણય લેવા માટે સૂચન કર્યું હતું. ત્યારે આજે નિર્ણય લેવાયો છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી પંચે બંને જૂથને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના બંધારણના નિયમો અનુસાર, શીર્ષ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. 


ચૂંટણી પંચે કહ્યું છે કે 25 જૂન, 2022ના ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ ચૂંટણી પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં અમુક ધારાસભ્યો પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે તેવી સૂચના આપી છે. અનિલ દેસાઈએ શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?