વલ્લભ ભટ્ટનું રુપ લઈ મા બહુચરે રાખી ભટ્ટજીની લાજ, ભર શિયાળે નાતને જમાડી રસ-રોટલી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 14:46:00

ગીતાજીમાં માગશર મહિનાનો મહિમા બતાવવામાં આવ્યો છે. અર્જૂનને ઉપદેશ્ય આપતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે મહિનાઓમાં હું માગશર છું. માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે વલ્લભભટ્ટની કસોટી કરવા અનેક જ્ઞાતિબંધુએ આખી નાથને શિયાળામાં રસની માગ કરી હતી. ત્યારે વલ્લભ ભટ્ટે માતા બહુચરની આરાધના કરી હતી અને બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ નાતને ભર શિયાળે રસ રોટલી પીરસી હતી.

એવું માનવામાં આવે છે જો તમે સાચા દિલથી ભગવાનને માનો છો તો ભગવાન તમારૂ ક્યારેય નીચે નથી પડવા દેતા. ભગવાન તમારી લાજ રાખી દે છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં ભગવાને ભક્તની લાજ રાખી છે. તેમાં સૌથી પ્રખ્યાત છે માતા બહુચરની કહાની. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ દેવી બહુચરે તેમનું રૂપ ધારણ કર્યું હતું. ભર શિયાળે વલ્લભ ભટ્ટની જ્ઞાતિના લોકોએ કેરીનો રસ ખાવાની માગ કરી. લોકોએ વલ્લભ ભટ્ટની મજાક ઉડાવા આવી માગ કરી હતી. 

jay bahuchar maa Images Gadhvi Sagar - ShareChat - ભારતનું પોતાનું ભારતીય  સોશ્યલ નેટવર્ક

સમાજના લોકોની આવી માગણી સાંભળતા વલ્લભ ભટ્ટ ચિંતામાં મૂકાઈ ગયા કે ભર શિયાળે કેરી રસ ક્યાંથી લાવો. બધાને પોતાના ઘર પાસે બેસાડી તેઓ નવાપુરા પહોંચ્યા હતા. તે સમયે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કર્યું હતું અને આખી મેવાડા બ્રાહ્મણની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડી હતી. ત્યારથી માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીના મંદિરોમાં કેરીનો રસ અને રોટલીનો જમણવાર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાજી બહુચરનો પ્રાગટ્ય થયો હતો.    


આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ આપણને બહુચર બાવનીમાં મળે છે. વલ્લભ ભટ્ટ દ્વારા રચાયેલી બાવનીમાં ઉલ્લેખ છે કે સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને સોમવાર, બહુચરમાના નામે કરી, નોંતરા સૌને કીધાં ફરી, રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત. ભક્તની લાજ રાખવા માતાજીએ વલ્લભ ભટ્ટનું અને નારસંગા વીર મહારાજનું રૂપ ધારણ કરી ભર શિયાળે બ્રાહ્મણની નાતને રસ-રોટલી જમાડી હતી અને ભક્તની લાજ રાખી. આજે પણ બહુચર માતાના મંદિરે માગશર સુદ બીજના દિવસે પ્રસાદીમાં રસ અને રોટલી આપવામાં આવે છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...