બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસ પહેલા જ વિરોધ શરૂ, વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ ખુલ્લો પડકાર


  • Published By :
  • Published Date : 2023-05-16 21:27:09

દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. જો કે બાબાના આગમન પહેલા જ તેમની સામે વિરોધ રાજ્યમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ તેમના વિરોધમાં નિવેદન આપ્યું છે.  


ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા-વિજ્ઞાન જાથા


ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસ પહેલા વિજ્ઞાન જાથાએ જોરદાર વિરોધ શરૂ કર્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે "બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા  છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, તે ખરેખર ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અનેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે." વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી બાબા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


વિજ્ઞાન જાથા બાબાની પોલ ખોલશે


વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હતું કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં વિરોધ કરશે. તેઓ અલગ-અલગ લોકોને ઉભા રાખીને કરન્સીના નંબર સહિતના અનેક અલગ-અલગ પ્રશ્નો પૂછશે. તેઓ બાબાના ચમત્કારને ઉઘાડા પાડશે. આગામી દિવસોમાં બાગેશ્વર ધામના બાબાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા હાલ મિટીંગો પણ કરવામાં આવી રહી છે. કઈ રીતે વિરોધ કરવો, તેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ આગામી દિવસોમાં તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન વિરોધ કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?