'બદલુરામ કા બદન' ગીત પર ઝુમે છે સેનાના જવાનો, જાણો કોણ છે બદલુરામ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:22:48

તમે ઘણીવાર ભારતીય સેનાના કેટલાક આવા વીડિયો જોયા હશે જેમાં કેટલાક સૈનિકો એક ગીત પર ડાન્સ કરતા હોય છે. આ ગીત છે 'બદલુરામ કા બદન' અને આ ગીત પર ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો ડાન્સ કરતા જોવા મળે છે. આસામ રેજિમેન્ટ સેનાની સૌથી જૂની રેજિમેન્ટ છે અને બદલુરામ આ રેજિમેન્ટનું પ્રખ્યાત ગીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે બદલુરામનું રાશન ખાવાથી જ બીજા વિશ્વ યુધ્ધ વખતે ઘણા સૈનિકોના જીવ બચ્યા હતા. બદલુરામ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમનું રાશન અને આ ગીત અમર થઈ ગયા છે. જાણો કોણ હતો એ બદલુરામ જેનું રાશન સેના ખાતી હતી.


આ ગીત પાછળની કહાની શું છે?


‘બદલુરામ કા બદન ઝમીન કે નીચે ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ’, આ ગીત હવે માત્ર આસામ રેજિમેન્ટનું જ નહીં પરંતુ દરેકનું ફેવરિટ છે. સોશિયલ મીડિયાએ આ ગીતને એક નવી ઓળખ આપી છે. લિજેન્ડ બદલુરામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટના સૈનિક હતા. બદલુરામ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. તેમના મૃત્યુ પછી, તેમના રાશનથી 100થી વધુ સૈનિકોની ભૂખ સંતોષાઈ જ્યારે જાપાની સેનાએ તેમને ઘેરી લીધા અને તેમના રાશનનો પુરવઠો કાપી નાખ્યો હતો. ઘણા દિવસો સુધી આ રાશન પર સૈનિકો જીવતા હતા. આ યુદ્ધ દરમિયાન રાશન પાણીની ભારે તંગી હોવાથી ક્વાર્ટર માસ્ટરે મૃતક બદલુરામના નામનું રાશન ચાલુ જ રાખ્યું હતું. તેથી અન્ય જવાનોને પણ જમવાનું મળી રહ્યું હતું. આ યુદ્ધ ભારત જીતી ગયું હતું. જેમાં બદલુરામના રાશને મદદ કરી હતી. જેથી આસામ રેજીમેન્ટ દ્વારા બદલુરામને યાદ રાખવા આવું ગીત બનવામાં આવ્યું અને આજે પણ જવાનો જોશ વધારવા આના પર ડાન્સ કરે છે.નોંધપાત્ર રીતે, આસામ રેજિમેન્ટની સ્થાપના 15 જૂન 1941ના રોજ શિલોંગમાં કરવામાં આવી હતી. આ રેજિમેન્ટની સ્થાપનાનો હેતુ જાપાનના વધતા જતા ખતરાનો સામનો કરવાનો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?