ખરાબ હવામાનને કારણે ઘઉં-ચોખાનું થયું છે ઓછુૃં ઉત્પાદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-16 16:26:20

દેશમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાદ્યવસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખરાબ હવામાનને કારણે ફરી અનાજના ભાવમાં વધારો થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે અનાજોનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનાના 12.8 ટકાથી વધીને 12.96 ટકા થઈ છે. સમગ્ર મોંઘવારી દર 11 મહિનામાં પહેલીવાર ભારતીય રીઝર્વ બેંકમા 6 ટકાના લક્ષ્યની અંદર આવ્યો છે. ત્યારે પણ આ પરિસ્થિતિ છે. 


ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં થયો ઘટાડો 

સરકારના એક અંદાજ મૂજબ ઘઉં અને ચોખા બંનેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનનું સ્તર ગત વર્ષ કરતા ઓછું રહ્યું છે. ઘઉંનો છૂટક મોંઘવારી દર ઓક્ટોબરમાં 17.64 ટકા હતો જે વધીને નવેમ્બરમાં 19.67 ટકા થઈ ગયો છે. ઉપરાંત ચોખાનો મોંઘવારી દર પણ વધ્યો છે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 10.21 ટકા હતો જે નવેમ્બરમાં 10.51 ટકા થઈ ગયો હતો. 


ઓછા વરસાદને કારણે પાકને થયું નુકસાન 

બંને મુખ્ય અનાજોના ઉત્પાદનમાં પ્રતિકુળ મોસમના કારણે આ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યારે રવિ પાકની કાપણીનો સમય થયો તે દરમિયાન અચાનક ગરમીનું સ્તર વધી ગયું હતું. તો પૂર્વ ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં બિહાર, ઝારખંડ. યુપીમાં ઓછા વરસાદના કારણે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટ્યું હતું. 


ખરીફ સિઝનમાં ઓછું થયું છે ચોખાનું ઉત્પાદન 

રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.64 કરોડ અંદાજવામાં આવ્યું છે જે ગયા વર્ષ કરતા ઓછું ઉત્પાદન થયું છે. ગયા વર્ષ કરતા આ વખતે અંદાજીત 38 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અચાનક ગરમી પડવાને કારણે આ ઉત્પાદન ઘટ્યું છે. પ્રાથમિક અંદાજ અનુસાર હાલમાં પૂરી થયેલ ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાની આશા છે જે ગત વર્ષની સરખામણી 6.05 ટકા ઓછું છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...