સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનેક કલાકારો અલવિદા કહી રહ્યા છે. લોકપ્રિય બની ગયેલા શોને અનેક કલાકારો છોડી રહ્યા છે. દયાભાભીનું કિરદાર નિભાવનાર દિશા વાકાણીતો વર્ષોથી શોમાં દેખાતા નથી. થોડા સમય પહેલા તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને છોડી દીધો છે ત્યારે શોના ડાયરેક્ટરે પણ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે.
શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને કહ્યું અલવિદા
અંદાજીત 14 વર્ષથી સોની સબ પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોને કલાકારો અલવિદા કહી રહ્યા છે ઉપરાંત અનેક કિરદારો બદલાઈ પણ ગયા છે. છેલ્લા અનેક વર્ષોથી દિશા વાકાણી શોમાં દેખાઈ નથી રહ્યા અને તે ક્યારે પાછા ફરશે તે અંગેની માહિતી પણ નથી મળી રહી. ઉપરાંત શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા હતા તે ટપ્પુની ભૂમિકા ભજનાર કલાકારે પણ શો છોડવાના છે. આ બધા વચ્ચે શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને ક્વીટ કરી દીધો છે.
આ કારણોસર ડાયરેક્ટરે છોડયો શો
મળતી માહિતી અનુસાર માલવ રાજદાએ 15 ડિસેમ્બરે આ શોનું અંતિમ શૂટિંગ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડ્કશન હાઉસ વચ્ચે અનબન થવાને કારણે શો છોડી રહ્યા છે. પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે. શો છોડવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે મારી ક્રિયેટીવીટીને આગળ વધારવા શોને છોડવું અનિવાર્ય હતું.