બિપોરજોય લેન્ડફોલના રુદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રામાં બાળકીનો થયો જન્મ, ડિલીવરી દરમિયાન મેડિકલ કર્મીઓની સરાહનીય કામગીરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 17:29:23

જન્મ અને મરણ આપણાં હાથમાં નથી હોતું. કોઈ વખત સાજો દેખાતો વ્યક્તિ પણ મોતનો કોળિયો બની જતો હોય છે તો કોઈ વખત વિષમ પરિસ્થિતિમાં પણ બાળકોનો જન્મ જતો હોય છે. આપત્તિના સમયે પણ મેડિકલ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલા સફળતા પૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. બાળકીનો જન્મ થયો ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.    


વિષમ પરિસ્થિતિ વચ્ચે થયો બાળકીનો જન્મ!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. દરિયાકિનારે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડા દરમિયાન NDRFની તેમજ SDRFની ટીમ દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથે સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ સરાહનીય હતી. સગર્ભા સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરી રહ્યું હતું ત્યારે મુન્દ્રામાં એક બાળકીનો જન્મ થયો હતો. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી તેનું નામ ગીતાબેન ડુંગરિયા હતું. 


લાઈટો બંધ થતાં બેટરીના સહારે કરી સફળ ડિલીવરી!

એક તરફ તેજગતિથી પવન ફૂંકાતો હતો તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો. તે સમયે મુન્દ્રા તાલુકાના લુણી ગામની ગીતાબહેનને અચાનક પ્રસુતિપીડા ઉપડી હતી. ચાલુ ઓપરેશન દરમિયાન જનરેટરમાં શોટ સર્કિટ થયું હતું અને લાઈટો બંધ થઈ ગઈ હતી. બેટરીના સહારે આગળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ  સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?