વન ડે વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એક પછી એક ભૂકંપ આવી રહ્યા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજમાનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. જો કે ટીમના અત્યંત કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન બાબરને આકરી ટીકાનો સામનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે બાબર આઝમ અગાઉ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
બાબરે X પર કરી પોસ્ટ
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તે 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને પ્રશંસકોએ તેની આકરી ટીકા કરી હતી.બાબરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી હતી. તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. જોકે, તેણે કહ્યું છે કે તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે.
બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને PCB તરફથી 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવાનો કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા દિલ અને સંપૂર્ણ લગન સાથે ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ યથાવત રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું.' તેણે આગળ લખ્યું, 'વ્હાઈટ બોલ ક્રિકેટમાં નંબર-1ના સ્થાને પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.બાબરે કહ્યું, 'આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. નવા કેપ્ટન અને ટીમને મારો પૂરો સપોર્ટ રહેશે. મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ આભારી છું.'
Presenting our captains ????????@shani_official has been appointed Test captain while @iShaheenAfridi will lead the T20I side. pic.twitter.com/wPSebUB60m
— Pakistan Cricket (@TheRealPCB) November 15, 2023
આ ક્રિકેટર બન્યા નવા કેપ્ટન
Presenting our captains ????????@shani_official has been appointed Test captain while @iShaheenAfridi will lead the T20I side. pic.twitter.com/wPSebUB60m
— Pakistan Cricket (@TheRealPCB) November 15, 2023બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું તેના થોડા સમય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. PCBએ અલગ-અલગ ફોર્મેટમાં 2 નવા કેપ્ટનની નિમણૂક કરી છે. ટેસ્ટ ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શાન મસૂદને આપવામાં આવી છે, જ્યારે T20 ફોર્મેટની કમાન ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના હાથમાં રહેશે. પીસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. PCBએ વન ડે ટીમના કેપ્ટનની નિમણૂક કરી નથી.
બાબર પહેલા બે રાજીનામા પડી ચુક્યા છે
ઉલ્લેખનિય છે કે વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શનને કારણે ટૂર્નામેન્ટની વચ્ચે જ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. સૌથી પહેલા ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના પર હિતોના ટકરાવનો પણ આરોપ છે. આ પછી, જ્યારે પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ રમીને સ્વદેશ પરત ફરી ત્યારે બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે બાબરે પણ કેપ્ટનશીપ છોડી દીધી છે.