Gujarat Universityમાં નમાઝ કરતા છોકરાઓ સાથે બબાલ। કેસરી ખેસ પહેરીને પહોંચ્યું હતું ટોળું, જાણો આ મામલે પોલીસે શું લીધા એક્શન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-18 16:06:45

ગુજરાત યુનિવર્સિટી ગઈકાલથી ચર્ચામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બહારથી આવેલા વિદ્યાર્થીઓ નમાઝ પડી રહ્યા હતા અને તે વખતે 20-25 લોકોના ટોળાએ આવીને મારા મારી કરી હતી જે મામલે બબાલ ચાલી રહી છે. અફઘાનિસ્તાન જેવો દેશ, જ્યાં પહેલેથી જ ધાર્મીક કટ્ટરતા અને અંધાપાના કારણે હજારો વિદ્યાર્થીઓનું પોતાના જ દેશમાં ભણવું દુષ્કર બન્યું, ત્યારે એ સમયે ભારતના વિવિધ ખુણાઓમાં રહીને અભ્યાસ કરતા યુવાનોએ કહ્યું હતુ કે સારુ છે કે એ ભારતમાં છે અને એટલે એવી તાલિબાની ધર્માંધતાથી બચી ગયા, એમાંથી અમુક છોકરાઓ ગુજરાત યુનિવર્સીટીમાં પણ ભણતા હતા, પણ 16મી માર્ચની રાતે એમને નહોતી ખબર કે જ્યાં ભણી રહ્યા છે ત્યાં જ કોઈ આવીને એમને મારશે. મળતી માહિતી અનુસાર ત્રણ લોકોની અટકાત પોલીસ દ્વારા કરવામાં  આવી છે. 

વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા અદા!

શનિવાર રાત્રે ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા અફઘાની અને બીજા અન્ય દેશના છોકરાઓ પર ભયાનક હુમલો થયો, પ્રાથમિક દ્રષ્ટીએ એમના રૂમમાં તોડફોડ અને લૂંટ થઈ, કેસરી ખેસ પહેરીને એક ટોળુ આવ્યુ હતુ અને જય શ્રી રામના નારા સાથે હોસ્ટેલ કેમ્પસમાં ઘુસીને હુમલો કર્યો, યુનિવર્સીટીના રેક્ટર અને તંત્ર વિદેશી વિદ્યાર્થીઓને બચાવવામાં નિષ્ફળ સાબિત થયુ છે. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સિનિયર પોલીસ કર્મચારીઓ સાથે બેઠક બોલાવી છે, યુનિવર્સીટીની હોસ્ટેલના એ બ્લોકમાં એ લોકોને ફાળવવામાં આવેલા રૂમમાં જ આ વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા એ જ વખતે ટોળુ ઘુસ્યુ હતુ,



વિદેશથી પણ અભ્યાસ કરવા આવે છે ગુજરાતમાં!

ટોળામાંથી અમુક ચહેરાઓ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ પણ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘણા વિડીયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ધમાલ થતી જોઈ શકાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસમાં એવું જાણવા મળ્યું હતું કે અહીં નમાઝ અદા કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરી આવેલા ટોળાએ હુમલો કર્યો. જેના કારણે અમુક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે તપાસ બાદ એક નવી બાબત સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ બોઈઝ હોસ્ટેલમાં શનિવાર રાત્રે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.  તેઓ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી  નમાઝ પઢી રહ્યા હતા.


વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાએ કર્યો હતો હુમલો

એક માહિતી પ્રમાણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યાં હતા અને ત્યાં તેમને પરવાનગી છે... પરંતુ એટલીવારમાં કેસરી ખેસ પહેરેલું એક ટોળુ ત્યાં આવ્યું હોસ્ટેલના એ બ્લોકમાં...અને વિદેશી વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું. અહીં નમાઝ કેમ પઢે છે તેવું કહેતા... એ સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને તમાચો માર્યો અને મામલો ગરમાયો... ટોળાએ વિદેશી વિદ્યાર્થી પર હુમલો કર્યો... વિદ્યાર્થીઓના રુમમાં તોડફોડ કરી વાહનોમાં તોડફોડ કરી એ તમામ દ્રશ્યો આપે જોયા... આ બાબતે અમે યુનિવર્સિટીના વીસીનો સંપર્ક કર્યો તો તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે... 


સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.... પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોંધ લેતા ગૃહ રાજ્ય મંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી હતી અને કડક કાર્યવાહી કરવા સૂચન કરાયા. 



તપાસમાં સામે આવ્યું કે સીસીટીવી નથી લગાવવામાં આવ્યા!

યુનિવર્સીટીમાં હાલ 300 વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એ બ્લોક કે જ્યાં બનાવ બન્યો તેમાં 75 વિદ્યાર્થીઓ રહેતા. જેમાં 15 જેટલા વિદ્યાર્થી નમાજ પઢતા હતા અને આ બનાવ બન્યો. ત્યારે આ ઘટનાને લઈને અન્યોના પણ નિવેદન લેવાશે... સાથે જ હોસ્ટેલમાં cctv નહિ હોવાનું પણ સામે આવ્યું..જો cctv હોત તો તમામ ની ઓળખ જલ્દી થઈ શકી હોત. ત્યારે હવે આ મામલે યુનિવર્સીટી શુ ધ્યાન આપે છે તે જોવાનો વિષય છે. તેમજ તોડફોડ કરનાર કોણ છે અને તે તમામ ક્યારે પકડાય છે તે પણ જોવું રહ્યું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?